+

પી ટી જાડેજા જેલમાંથી બહાર આવશે, ગૃહ વિભાગે પાસાનો હુકમ રિવોક કર્યો- Gujarat Post

પી ટી જાડેજાને અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદમાં 5મી જુલાઇએ પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલ્યાં હતા ક્ષત્રિય આગેવાને આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે તેમ કહી ગાળો બોલીને ધમકી આપી હતી

પી ટી જાડેજાને અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદમાં 5મી જુલાઇએ પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલ્યાં હતા

ક્ષત્રિય આગેવાને આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે તેમ કહી ગાળો બોલીને ધમકી આપી હતી

રાજકોટઃ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દીધા હતા. જે બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રીવોક કરવા માંગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે મોડી રાતે રિવોક કર્યો હતો. આજે પી ટી જાડેજા જેલમાંથી બહાર આવી શકે છે.

સોમવારે મોડી રાતે રાજ્યના ગૃહ વિભાગે પી.ટી.જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કર્યો હતો.પાસા રિવોકનો હુકમ આજે સાબરમતી જેલમાં રજૂ કરાશે અને ત્યારબાદ જેલમાંથી તેમનો છુટકારો થશે. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, મંગળવારે પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટથી સમાજના આગેવાનો તેમને માનભેર લઇ આવવા અમદાવાદ ખાતે પહોંચશે.

રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા પી.ટી.જાડેજાના ઘરે ગત તા.4ની રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી તે રાત્રે જ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધા હતા. આ ઘટનાના ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. નોંધનિય છે કે સાંસદ પરસોત્તમ રૂપાલા સામેને ક્ષત્રિય આંદોલનમાં જાડેજા સક્રિય હતા ત્યારથી તેઓ સરકારની નજરમાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter