જૂનાગઢઃ વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના બની હતી. જો કે આ વખતે બ્રિજ રિપેરિંગ કરતી વખતે તૂટ્યો હતો.
જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નથી, આ બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો. આ ઘટના વખતે બ્રિજ પર ઊભા લોકો નદીમાં ખાબક્યાં હતા.
આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેનું રિપેરિંગ કામ થઇ રહ્યું હતુ અને ત્યારે આ દુર્ઘટના બની હતી, હાલમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/