SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ

10:54 AM Jul 11, 2026 | gujaratpost

અમદાવાદઃ પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરાઇ છે. બિલ વગર વેંચાણ અને GSTના નિયમોના પાલનમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની માહિતીને આધારે ગુજરાત જીએસટી વિભાગે અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઉંઝા, મહેસાણા અને બાવળા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 ધંધાકીય સ્થળો પર એક સાથે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરિમયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. પ્રાથિમક તપાસમાં એવું પણ સામે આ­વ્યું છે કે કેટલાક કરદાતાઓ દ્રારા બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે વાસ્તવિક ટર્નઓવર ઓછું બતાવીને કરચોરી કરવામાં આવતી હતી. 

તપાસ દરિમયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગરેરીતિઓને આધારે પ્રાથિમક તબક્કે રૂ.6.54 કરોડની કરચોરી પકડાઇ છે. વિભાગ દ્રારા ગુજરાત ગુડસ એન્ડ સિર્વિસ ટેક્સ અિધિનયમ, 2017ની જોગવાઈઓ અનુસાર વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.