+

ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ, 49 લોકોનાં મોત, થોડા કલાકો પહેલા કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો

રશિયાઃ ચીનની સરહદ નજીક એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોનાં મોત થયા છે. વિમાનમાં 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. મુસાફરોમાં 5 બાળકો પણ હતા. આ વિમાન રશિય

રશિયાઃ ચીનની સરહદ નજીક એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોનાં મોત થયા છે. વિમાનમાં 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. મુસાફરોમાં 5 બાળકો પણ હતા. આ વિમાન રશિયાના પૂર્વી અમુર ક્ષેત્રમાં ઉડાન ભરી રહ્યું હતું. અમુરના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું કે ગુમ થયેલું વિમાન અંગારા એરલાઇન્સનું હતું.

આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. આ ચીની સરહદની નજીક છે. ટિંડા પહોંચતા પહેલા તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો હતો.

ટિંડા એરપોર્ટ પર ઉતરાણ કરવાનો પ્રથમ પ્રયાસ વિમાન દ્વારા નિષ્ફળ ગયો. જ્યારે તેણે બીજી વખત ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter