ભાજપ હાય હાયના ગ્રામજનોએ નારા લગાવ્યાં
હાર્દિક પટેલને ક્ષત્રિયો, ગ્રામજનોએ ઘેરી લીધા
વિરમગામઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. જે માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે. 20 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ભાજપના ધારાસભ્યો તેમના મત વિસ્તાર અંતર્ગત આવતી લોકસભા સીટોમાં જોરદાર પ્રચાર કરી રહ્યાં છે.
ચૂંટણીના આ માહોલમાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે. ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે. હવે વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલનો વિરોધ થયો છે. રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજે હાર્દિક સામે નારા લગાવ્યાં છે. જખવાડા ગામમાં પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યાં હતાં.
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય-ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા હતાં. એટલુ જ નહી. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતાં. ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો પરિણામે વિરોધ વંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડવી પડી હતી.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો