મોંઘવારીથી થોડી રાહત, 32 રૂપિયા સસ્તો થયો એલપીજી સિલિન્ડર, જાણો નવા ભાવ

09:52 AM Apr 01, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ આજે 1 એપ્રિલે મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે. સરકાર દ્વારા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા કાપ બાદ દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયા, મુંબઈમાં 31.50 રૂપિયા, ચેન્નાઈમાં 30.50 રૂપિયા અને કોલકાત્તામાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. દર મહિનાની શરૂઆતમાં સમીક્ષા કર્યા બાદ સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.

નવા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કેટલો છે ?

દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ 1764.50 રૂપિયા થઈ ગયો છે. પહેલા તેની કિંમત 1795 રૂપિયા હતી. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 1930 રૂપિયા થઈ છે. મુંબઈ અને કોલકાત્તામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1717.50 રૂપિયા અને 1879 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

આ કપાત માત્ર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. સરકાર દ્વારા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાત્તા તેમજ દેશના અન્ય નાના-મોટા શહેરોમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત છે.

મોટા શહેરોમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત શું છે ?

14.2 કિલો ઘરેલું એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાત્તામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે છેલ્લા 6 મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ બે વાર ઘટાડો કર્યો છે. 9મી માર્ચે સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રક્ષાબંધન પર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post