+

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની 4 બેઠકો ભાજપ બિનહરીફ જીતશે- Gujarat Post

રાજ્યસભાની કુલ 245 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો પરના સભ્યોનો કાર્યકાળ પુરો થવાનો હોવાથી ચૂંટણી યોજાશે. ગાંધીનગરઃ દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 56 રાજ્

રાજ્યસભાની કુલ 245 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો પરના સભ્યોનો કાર્યકાળ પુરો થવાનો હોવાથી ચૂંટણી યોજાશે.

ગાંધીનગરઃ દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 56 રાજ્યસભાની બેઠકો પર પણ ચૂંટણી છે. ગુજરાતમાંથી ભાજપના મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, કૉંગ્રેસનાં અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. રાજ્યસભની આ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ જ નથી. જેને કારણે ગુજરાતની ચાર બેઠકો પર ભાજપ બિનહરીફ જીતશે તે નક્કી છે. ગુજરાતમાંથી ભાજપ કોને ઉમેદવાર બનાવે છે તેના પર સૌની નજર રહેશે. એક ચર્ચા મુજબ, માંડવિયા અને રૂપાલાને રિપિટ કરી શકાય છે, જ્યારે અન્ય બે નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

ગુજરાતમાં અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવા, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલાની ટર્મ થાય છે પુરી  

ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યાં મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરી શકાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter