રાજકોટઃ ગોંડલના વોરા કોટડા રોડ પર PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનાં મોત થયા છે.
આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા બંને યુવાનોનાં મોત થયા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ દુર્ઘટનામાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ-22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ-20) ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી મોત થયા છે. બંન્ને યુવાનો રાજસ્થાનના અકલેરા તાલુકાના આમટા ગામના રહેવાસી છે.
PGVCL દ્રારા છેલ્લા ચાર દિવસથી શ્રી હરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામ લગભગ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું હતું. આજે રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કોન્ટ્રાક્ટ કર્મચારીના મોત થયા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/