+

રાજકોટમાં હનિટ્રેપ....મનિષાને પોલીસ શોધી રહી છે, વેપારી પાસેથી રૂ.6.77 લાખનો તોડ કરનારા બે શખ્સો ઝડપાયા- Gujarat Post

(demo pic) વેપારીને મસાજ કરાવવા જવાનું ભારે પડ્યું, મહિલાએ મળતિયાઓ સાથે મળીને રૂ.6.77 લાખનો તોડ કર્યો રાજકોટઃ હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોઠારીયા વિસ્તારમાં રહેતા અને પાન-બીડી, તમાક

(demo pic)

વેપારીને મસાજ કરાવવા જવાનું ભારે પડ્યું, મહિલાએ મળતિયાઓ સાથે મળીને રૂ.6.77 લાખનો તોડ કર્યો

રાજકોટઃ હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોઠારીયા વિસ્તારમાં રહેતા અને પાન-બીડી, તમાકુની પેઢી ધરાવતા એક વ્યક્તિને મસાજ કરી આપવાના બહાને એક મહિલાએ જાળમાં ફસાવીને અન્ય બે આરોપીઓની મદદથી રૂ. 6.77 લાખ પડાવ્યાં હતા. જે અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જયારે મુખ્ય સૂત્રધાર મનીષા નામની મહિલાની શોધખોળ શરૂ કરી છે.

ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં બે પુત્ર છે. ગઈ તા. 17 જાન્યુઆરીના રોજ તે પોતાની પેઢીએ હતો. ત્યારે એક મહિલાએ કોલ કરી કહ્યું કે શું તમે સેવાનું કામ કરો છો ? જેથી તેણે હા પાડતા મીઠી મીઠી વાતો કરી હતી. આ રીતે આખો દિવસ અલગ-અલગ સમયે તેને કોલ કરી પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ મસાજ કરાવવા માટે ગઈ તા. 18 જાન્યુઆરીના રોજ ગૌરીદળ બોલાવ્યો હતો. જ્યાં રાત્રે પહોંચતા તે મહિલા કે જેનું નામ મનીષા હતું, તે એકટીવા લઈ આવી હતી. જેણે તેનું બાઈક ત્યાં જ મુકાવીને પોતાના એકટીવા પાછળ બેસાડી મોરબી રોડ નજીકની એક શેરીમાં આવેલા મકાને પહોંચી હતી.

જ્યાં એકટીવા ઉભુ રાખતા જ અચાનક બે શખ્સો ઘસી આવ્યાં હતા. તત્કાળ તેને બળજબરીથી મકાનમાં લઈ જઈ મારકૂટ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં બંને શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી કહ્યું હતું કે અમે રેડ પાડી છે, આ બહેન ગાંજો વેચે છે, જેનું નામ મનિષા છે, તું તેનો પાર્ટનર છો, બહારથી મનિષાને સાહેબ પોલીસ સ્ટેશને લઈ ગયા છે. એટલું કહ્યાં બાદ તેનો મોબાઈલ પડાવી લઈ તેના કપડા કઢાવી નગ્ન અવસ્થામાં વીડીયો ઉતાર્યો હતો. ત્યાર બાદ 3 લાખ આપવા પડશે તેમ કહી પૈસા પડાવ્યાં હતા.

ખિસ્સામાંથી એટીએમ પણ કાઢી લીધું હતું. જેમાં ત્રણથી ચાર ટ્રાન્ઝેક્શન કરીને 37 હજાર  રૂપિયા ઉપાડ્યાં બાદ બીજા 30 હજાર જમા કરાવવાનું કહીને તે પણ ઉપાડી લીધા હતા. જે બાદ વધુ 3 લાખ પડાવ્યાં હતા. આખરે તેમણે હીંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે મહિલાને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter