હજુ પરિવારો સ્વજનોને શોધે છે અને ગેમઝોનનો કાટમાળ તાત્કાલિક કેમ હટાવી દેવાયો? કોંગ્રેસ નેતા લલિત વસોયાનો સવાલ

12:50 PM May 29, 2024 | gujaratpost

Rajkot fire tragedy: રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ મુદ્દે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. લલિત વસોયાએ અગ્નિકાંડ બાબતે સરકાર અને રાજકોટના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.લલિત વસોયાએ કહ્યું ગેમઝોનમાં લાગેલી આગ બાદ તાત્કાલિક કાટમાળ કેમ હટાવી દેવાયો છે. હજુ અનેક લોકો ગુમ છે અને તેમના સ્વજનો તેમને શોધી રહ્યાં છે.

કાટમાળ હટાવવાની કામગીરી પર વસોયાએ સવાલ ઉઠાવતાં કહ્યું, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો છે.હજુ કેટલા લોકો લાપતા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેમઝોનનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે, જવાબદાર અધિકારીઓને બચાવવા અને જવાબદાર આરોપીઓને છાવરવા માટે થઈને ગેમ ઝોનનો કાટમાળ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો છે.

વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ કેસની તટસ્થ તપાસ થાય અને જવાબદારોને કડક સજા થાય તે માટે ભાજપ સરકાર સામે માંગ કરી છે. ગોહિલે 28 લોકોનાં મોત માટે સીધી જ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526