ગુનો દાખલ: ACB એ સ્ટેટ GST વિભાગના ક્લાસ-1 અધિકારી સામે 3 હજાર રૂપિયાની લાંચ માંગવાના જૂના કેસમાં કરી કાર્યવાહી

07:57 PM Dec 05, 2025 | gujaratpost

ક્લાસ-1 અધિકારીએ તારીખ 24-01-23 ના રોજ લાંચની માંગણી કરી હતી અને 04-12-25 ના રોજ ગુનો દાખલ થયો 

રાજકોટઃ એસીબીએ થોડા સમય પહેલા એક લાંચિયા બાબુ સામે કાર્યવાહી કરી હતી અને આ કેસમાં હવે ગુનો દાખલ થયો છે. ફરીયાદી જે.એમ.આલ, પોલીસ ઈન્સ્પેકટર, એ.સી.બી.પો.સ્ટે. રાજકોટની ફરિયાદને આધારે ભરત શામજીભાઈ સુરેલીયા, વર્ગ-1, સહાયક રાજ્ય વેરા કમિશનર, ઘટક-93, રાજકોટ સામે 3 હજાર રૂપિયાની લાંચના કેસમાં ગુનો દાખલ કર્યો છે.

ગુન્હાનું સ્થળ: સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-93, રાજકોટ હતુ

ફરીયાદીએ પોતાના ગ્રાહકના કારખાના માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરી હતી. જેમાં અધિકારી ભરત શામજીભાઈ સુરેલીયા, સહાયક રાજય વેરા કમિશનર, વર્ગ-1, રાજકોટે ફરીયાદી પાસે જી.એસ.ટી નંબર મેળવી આપવાના અવેજ પેટે 3 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. અંતે એસીબી ટ્રેપમાં તેઓ આવી ગયા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ. હવે આ જૂના કેસમાં રાજકોટ એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ