સેેન્ટ્રલ જીએસટીના આ બાબુને લાંચ લેવી પડી ભારે
અધિકારીને એસીબીએ શિખવી દીધો સબક
રાજકોટઃ આ કામના ફરીયાદી GST ની સેવા આપવાનું કામ કરે છે. ફરીયાદીએ પોતાના ક્લાયન્ટની ખાનગી કંપની માટે જી.એસ.ટી. નંબર મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે એપ્રુવ કરવા આરોપી રામ ભરતલાલ મીના, ઇન્સ્પેકટર, સેન્ટ્રલ જી.એસ.ટી. વર્ગ-2, રાજકોટે ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચની રકમ રૂ. 5,000 ની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.જેમાં ફરીયાદને આધારે આજ રોજ આરોપી રામ ભરતલાલ મીના એસીબીના લાંચના છટકામાં ફસાઇ ગયા હતા. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને ગેરકાયદેસર લાંચની રકમ સેન્ટ્રલ જી.એસ.ટી કચેરીમાં પોતાની ચેમ્બરમાં જ રૂ. 5,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી : એમ.એમ.લાલીવાલા, પોલીસ ઇન્સ્પેકટર, સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/