અમદાવાદઃ દરિયાપુરમાં મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડા, 27 જુગારીઓ ઝડપાય- Gujarat Post

11:34 AM Oct 02, 2023 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં ફરીથી જુગારધામ ઝડપાયું છે. દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડીને 27 જુગારીઓને ઝડપી લીધા હતા. એક મહિનામાં બીજી વખતે મનપસંદ જીમખાના પર દરોડા પડતાં અહીની પોલીસની કામગીરી સામે અનેક આશંકાઓ છે.

દરિયાપુર પોલીસ સ્ટેશનથી અંદાજે 200 મીટર દૂર આવેલા મનપસંદ જીમખાનામાં ફરી જુગારધામ ધમધમી રહ્યું હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેને આધારે રાત્રે આ જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરમિયાન જીમખાનામાં 27 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાનારા ગોવિંદ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

રોકડ, મોબાઈલ ફોન, વાહનો તેમજ જુગારના સાધનો મળીને લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એક મહિનામાં બે મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યાં છે. આ પહેલા 6 જૂન 2021ના રોજ પણ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યાં હતા. ત્યારે જુદા જુદા 7 મકાનોમાંથી જુગાર રમતા 180 લોકો પકડાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં જુગારની આ સૌથી મોટી રેડ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post