+

કોમર્શિયલ ગેસમાં રૂ. 993નો તોતિંગ વધારો, રાહુલ ગાંધીએ કહ્યું- આ તો જનતાને મળેલું ચૂંટણી બિલ છે

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો ઐતિહાસિક વધારો ઝીંક્યો છે. આ વધારા સાથે દિલ્હી સહિતના શહેરોમાં કોમર્શિયલ સ

નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો ઐતિહાસિક વધારો ઝીંક્યો છે. આ વધારા સાથે દિલ્હી સહિતના શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹3,000ને પાર પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ લખ્યું કે,  ગેસ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે. તેમણે કટાક્ષ કર્યો છે કે, પહેલા ગેસ પર સ્ટ્રાઇક કરવામાં આવી, હવે પેટ્રોલ-ડીઝલ પર સ્ટ્રાઈગ કરવામાં આવશે.

દિલ્હીમાં જે સિલિન્ડર ₹2,078.50માં મળતું હતું, તેનો ભાવ હવે ₹3,071.50 થયો છે. ત્રણ મહિનામાં 81%નો ઉછાળો થયો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ ₹1,380નો વધારો થયો છે. રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી.

આ ભાવવધારા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  X પર આકરા કટાક્ષ કર્યા છે. તેમણે લખ્યું કે, મેં અગાઉ જ ચેતવણી આપી હતી કે ચૂંટણી બાદ મોંઘવારી વધશે. આજે આટલો મોટો ભાવવધારો એ જનતાને અપાયેલું 'ચૂંટણી બિલ' છે. પહેલા ગેસ પર સ્ટ્રાઇક કરવામાં આવી, હવે કદાચ પેટ્રોલ-ડીઝલનો વારો આવશે.

કોમર્શિયલ ગેસના ભાવમાં એકસાથે લગભગ ₹1,000નો વધારો થતા ખાણી-પીણીના ઉદ્યોગમાં ફફડાટ વ્યાપ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો પાસે હવે વાનગીઓના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે બહાર જમવું હવે મધ્યમ વર્ગ માટે વધુ ખર્ચાળ સાબિત થશે.

facebook twitter