કાઠમંડુઃ નેપાળમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ અનેક મંત્રીઓના ઘર પર પણ હુમલા કર્યાં છે.અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલા Gen-Z એ પોલીસ અને સેના પર પણ પથ્થરમારો કર્યો હતો. વિરોધીઓ સંસદ ભવનમાં પણ ઘૂસી ગયા હતા. તેમણે ગેટ પર ટાયરો લગાવીને આગ લગાવી દીધી હતી. તેના ઘણા વીડિયો સામે આવ્યાં છે. વિરોધીઓએ રાષ્ટ્રપતિ પૌડેલના ઘરને પણ છોડ્યું નહીં. તેમના ઘરને આગ લગાવી દેવામાં આવી છે.
નેપાળમાં અનેક સ્થળોએ કર્ફ્યૂં લાદવામાં આવ્યો
કાઠમંડુમાં ગૃહ મંત્રાલય હેઠળના ત્રણ જિલ્લા વહીવટી કાર્યાલયો (DAOs) એ અલગ અલગ નોટિસ જારી કરી અને શહેરમાં પ્રવેશવાના મુખ્ય સ્થળો સહિત અનેક સ્થળોએ કર્ફ્યૂ લાદ્યો છે. કાઠમંડુ ડીએઓએ રાજધાનીમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યૂ લાદી દીધો છે. કર્ફ્યૂ દરમિયાન, એમ્બ્યુલન્સ, ફાયર વ્હીકલ, શબવાહિની વાહનો, આરોગ્ય કર્મચારીઓ, પત્રકારો, પ્રવાસી વાહનો, હવાઈ મુસાફરો અને માનવ અધિકારો અને રાજદ્વારી મિશનના વાહનો જેવી આવશ્યક સેવાઓની અવરજવરને મંજૂરી આપવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++