રાજકોટઃ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઇને વિવાદ વધી રહ્યો છે, હવે જામનગરના રાજવી જામસાહેબે એક પ્રેસ રિલિઝમાં ક્ષત્રિયોને હાકલ કરી છે કે પરસોત્તમ રૂપાલાને હરાવી નાખો. તેમને ક્ષત્રિય મહિલાઓની જૌહરની વાત પર કહ્યું કે આ યોગ્ય નથી પરંતુ ભાજપના આ ઉમેદવારને લોકશાહી રીતે હરાવવા જરૂરી છે. મહિલાઓએ જૌહર કરવાની જરૂર નથી.
રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખીને બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી કરણીસેનાના રાજ શેખાવતની અટકાયત કરાઇ હતી, પોલીસે ગાડીમાં બેસાડતી વખતે તેમની પાઘડી ખેંચાઇ જતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા, જેને લઇને પણ ક્ષત્રિય સમાજ હવે ભાજપ સામે એક થઇ રહ્યો છે.
નોંધનિય છે કે ભાજપ હજુ સુધી ક્ષત્રિય સમાજના અપમાન મામલે કંઇ ખાસ વિચાર કરી રહ્યું નથી, સામે ક્ષત્રિયો રૂપાલાને હરાવવા એક થઇ રહ્યાં છે. ત્યારે જો ભાજપ રાજકોટ બેઠકને લઇને કોઇ નિર્ણય પર નહીં આવે તો તેને નુકસાન થઇ શકે છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો