કરાંચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મીની બસ ટ્રક સાથે અથડાતા પલટી મારી ગઇ હતી. જેમાં 4 બાળકો સહિત 7 લોકોનાં મોત થયા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. ટ્રકે યુ-ટર્ન લીધો અને પાછળથી આવતી મીની બસ તેની સાથે અથડાઈને પલટી ગઈ હતી. મૃતકોમાં એક જ પરિવારના ચાર બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ બધા હોક્સબે બીચ પર ફરવા ગયા હતા.
આ અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મૌરીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી ચૌધરી તુફૈલે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય છ લોકો પણ ઘાયલ થયા છે, તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ કરાંચી (CHK) ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સિંધના મહાનિરીક્ષક ગુલામ નબી મેમણને આ ઘટના અંગે વિગતવાર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આવા અકસ્માતો અટકાવવા પોલીસને કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. વ્યસ્ત રસ્તાઓ પર પણ વધુ ઝડપે વાહન ચલાવતા ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ. વધુ ઝડપે વાહન ચલાવવાને કારણે સુખી પરિવારો બરબાદ થઈ રહ્યાં છે અને માસુમ બાળકો જીવ ગુમાવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526