વારાણસીમાં વડાપ્રધાન મોદીએ મધરાતે અચાનક કાફલો રોકાવી દીધો અને પહોંચી ગયા બ્રિજ પર- Gujarat Post

11:55 AM Feb 23, 2024 | gujaratpost

PM મોદી વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘઘાટન સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે

રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાત પ્રવાસે આવ્યાં હતા, જ્યાં તેમણે GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી.ત્યારબાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યાં હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.આ પછી તેઓ મોડી રાત્રે ગુજરાતથી સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યાં હતા, જ્યાં તેમણે રોડ શો પણ કર્યો હતો.

ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાન મોદીનો કાફલો બનારસ લોકોમેટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો હતો, તે દરમિયાન મોદીએ અચાનક જ પોતાના કાફલાને શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર રોકીને ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યાં બાદ વડાપ્રધાન મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. વડાપ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેને થોડા દિવસો પહેલા જ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજને કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે.મોદીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post