+

બિકાનેરમાં મોદીના દમદાર ભાષણ બાદ પાકિસ્તાનની ડંફાસ, કહ્યું આ ઉશ્કેરણીજનક કૃત્ય- Gujarat Post

પાકિસ્તાને ફરી કરી હોશિયારી, મોદીના ભાષણને અયોગ્ય ગણાવીને કરી નિંદા બિકાનેરઃ રાજસ્થાનમાં પીએમ મોદીના ભાષણથી પાકિસ્તાન હચમચી ગયું છે અને હવે મોદીના ભાષણને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. પાકિસ્તાન દ્વાર

પાકિસ્તાને ફરી કરી હોશિયારી, મોદીના ભાષણને અયોગ્ય ગણાવીને કરી નિંદા

બિકાનેરઃ રાજસ્થાનમાં પીએમ મોદીના ભાષણથી પાકિસ્તાન હચમચી ગયું છે અને હવે મોદીના ભાષણને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, મોદી દ્વારા રાજસ્થાનમાં આપવામાં આવેલા ભાષણને લઇને તણાવ વધશે.તેઓ લશ્કરી કાર્યવાહીથી કોઈ સાર્વભૌમ રાષ્ટ્રને ધમકી આપી શકતા નથી.

પાકિસ્તાને કહ્યું- આવી વાતો મોદીના રાજકીય ફાયદા માટે કહેવામાં આવી રહી છે. આ ટિપ્પણીઓથી તણાવ વધવાની શક્યતા છે. કોઈ દેશ (પાકિસ્તાન) સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપવી અને બડાઈ મારવી એ યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

મોદીએ બિકાનેરના પલાનામાં આયોજિત સભામાં કહ્યું હતું કે આતંકવાદીઓએ આપણી બહેનોના ધર્મ વિશે પૂછીને તેમનો સિંદૂર ભૂંસ્યા હતા. આપણી સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું. 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં જ લીધો હતો.  સિંદૂર મિટાવવા નીકળેલાને માટીમાં ભેળવી દીધા હતા. સિંદૂર દારૂગોળો બને તો શું થાય તે સમગ્ર દુનિયાએ જોયું હતું. પાકિસ્તાન સાથે વાટાઘાટો માત્ર પીઓકે પાછું લેવા માટે જ થશે. પાણીનો કોઈ હક નહીં મળે. પાકિસ્તાને દરેક આતંકી હુમલાની મોટી કિંમત ચુકવવી પડશે. મોદીની નશોમાં લોહી નહીં ગરમ સિંદૂર વહે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter