ત્રીજી વખત પીએમ બન્યાં પછી મોદીનો પહેલો વિદેશ પ્રવાસ, ઇટાલીમાં મેલોની પછી બાઇડેન સાથે મુલાકાતની શક્યતા- Gujarat Post

11:10 AM Jun 13, 2024 | gujaratpost

G- 7ની 50મી સમિટ ઈટાલીમાં છે

ઇટાલીએ ભારતને ગેસ્ટ મેમ્બર તરીકે આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જી-7 સંમેલનમાં (G7 Summit) ભાગ લેવા માટે આજે ઈટાલી જવા રવાના થશે. વડાપ્રધાન મોદીનો તેમના ત્રીજા કાર્યકાળમાં (Modi 3.0) આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ આ માહિતી આપી છે. ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં G-7 સમિટ દરમિયાન મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ માહિતી આપી હતી.

જેક સુલિવને અમેરિકાથી ઈટાલી જતા સમયે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી. સુલિવાને કહ્યું કે 'બાઇડેનને આશા છે કે વડાપ્રધાન મોદી પણ ઇટાલી આવશે. ભારતે હજુ સુધી તેમની (મોદીની) હાજરીની ઔપચારિક પુષ્ટિ કરી નથી પરંતુ અમને આશા છે કે બંને નેતાઓ એકબીજાને મળી શકે છે. મિટિંગ કેવી રીતે થશે તે અત્યારે જાણી શકાયું નથી કારણ કે શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે.

ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને અન્ય નેતાઓ સાથેના કાર્યક્રમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526