સુરતઃ શહેરના ભાગળ શાકમાર્કેટમાં એક મકાનમાં ધમધમતું કુટણખાનું મહિલા ગુન્હા નિવારણ શાખાએ ઝડપી પાડ્યું છે.
ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કર્યા બાદ અહીં રેડ કરાઇ હતી.પોલીસે સંચાલક, છ દલાલ અને ચાર ગ્રાહકોની ધરપકડ કરી હતી.મહિલા ગુન્હા નિવારણ શાખાએ ત્રણ લલનાઓને મુક્ત કરાવીને રોકડા રૂ.12 હજાર, 17 મોબાઈલ ફોન, 25 છુટા કોન્ડોમ અને કોન્ડોમના બે પેકેટ મળીને કુલ રૂ.97 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વુમન એએસઆઈને બાતમી મળી હતી કે ભાગળ ચાર રસ્તા પાસે શાકમાર્કેટના ભરતનિવાસમાં કુટણખાનું ધમધમે છે.બાતમીના આધારે મહિલા ગુન્હા નિવારણ શાખાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ભરત નિવાસના ત્રીજા માળે રેડ કરી ત્યાંથી સંચાલક જીગર ગાંધી ઉપરાંત તેમને લલનાઓ સાથે સંપર્ક કરી મોકલતા બે દલાલ વિકી ઉર્ફે અમિત, શેખર સાલુંકે ઉપરાંત ગ્રાહકોનો સંપર્ક કરી તેમને ત્યાં શરીરસુખ માણવા બોલાવતા દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ, સંજય, રબુલમંડલ આલીમંડલ, નુર મોંડલને ઝડપી લીધા હતા.
મહિલા ગુન્હા નિવારણ શાખાએ ત્યાંથી ત્રણ લલનાઓને મુક્ત કરાવી હતી, શરીરસુખ માણવા આવેલા ગ્રાહકોને ઝડપી પાડ્યાં હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો