ઓમાનનું ઓઈલ ટેન્કર દરિયામાં પલટી ગયું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર લાપતા

10:17 AM Jul 17, 2024 | gujaratpost

ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે જણાવ્યું કે 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઈલ ટેન્કર દરિયામાં પલટી ગયું છે. ક્રૂ મેમ્બર લાપતા છે, તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે રેસ્ક્યું ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

સુરક્ષા કેન્દ્રે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોમોરોસના ધ્વજવાળા ઓઈલ ટેન્કર 'પ્રેસ્ટિજ ફાલ્કન'ના ક્રૂમાં 13 ભારતીય અને 3 શ્રીલંકાના લોકો સવાર હતા. ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં જહાજ પલટી ગયું હતું. ટેન્કર યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું.

રોઇટર્સના અહેવાલ મુજબ ઓમાનના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે જણાવ્યું કે ઓઇલ ટેન્કર પાણીમાં ડૂબી ગયું હતું, જોકે, રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે જહાજ સ્થિર થઈ ગયું છે કે તેલ દરિયામાં લીક થઈ રહ્યું છે.

LSEG ના શિપિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે આ જહાજ 2007માં બનેલ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. આવા નાના ટેન્કરો સામાન્ય રીતે ટૂંકી યાત્રાઓ માટે તૈનાત હોય છે.

ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત ડુકમ પોર્ટ દેશના મોટા તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મુખ્ય ઓઇલ રિફાઇનરી એ રાજ્યનો સૌથી મોટો સિંગર ઇકોનોમિક પ્રોજેક્ટ, ડુકમના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526