+

અમેરિકાના પૂર્વ NSAનો ટ્રમ્પ પર પ્રહાર, પરિવારની પાકિસ્તાન સાથે ડીલ માટે ભારત સાથે દોસ્તી તોડી

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાજદૂતોનું એક ગ્રુપ હવે ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ખૂલીને બોલવા લાગ્યું છે. જેમાં પૂર્વ એનએસએ પણ સામેલ થયા છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલવિને એક ઈન્ટરવ્

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાજદૂતોનું એક ગ્રુપ હવે ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ખૂલીને બોલવા લાગ્યું છે. જેમાં પૂર્વ એનએસએ પણ સામેલ થયા છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલવિને એક ઈન્ટરવ્યૂંમાં ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. કહ્યું, ડોનાલ્ડ ટ્ર્મ્પે પાકિસ્તાનમાં તેમના પરિવારની વેપારી ડીલને પ્રોત્સાહન આપવા ભારત સાથેના સંબંધોની બલિ ચઢાવી દીધી છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વકીલ સુલિવાન એક યુટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યૂં આપી રહ્યા હતા. આ દરમિયાન સુલિવાનએ કહ્યું, દશકાઓથી, દ્વિપક્ષીય સહયોગને આધારે, અમેરિકાએ વિશ્વના સૌથી મોટી લોકશાહી, ભારત સાથે તેના સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. એક એવો દેશ જેની સાથે આપણે ટેકનોલોજી, પ્રતિભા, અર્થશાસ્ત્ર અને ચીનના વ્યૂહાત્મક વલણનો સામનો કરવા માટે એક થવું જોઈએ. આ મોરચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.પરંતુ ટ્રમ્પ આ બધું બગાડી રહ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું, હવે ટ્રમ્પે પોતાના પરિવારના પાકિસ્તાન સાથેના બિઝનેસને કારણે ભારત સામે બગાડી રહ્યાં છે. પાકિસ્તાને માત્ર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા નથી, પરંતુ તેમના પરિવાર અને નજીકના લોકોને પણ પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલમાં સામેલ કર્યા છે. પહેલગામ હુમલાના થોડા દિવસો પછી, ટ્રમ્પના પરિવાર દ્વારા સમર્થિત વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

ટ્રમ્પના ભારત સાથેના બગડતા સંબંધો પર, સુલિવને કહ્યું, જો આપણા સાથીઓ એવું તારણ કાઢે છે કે તેઓ કોઈ પણ રીતે અમારા પર વિશ્વાસ કરી શકતા નથી, તો તે અમેરિકન લોકોના લાંબા ગાળાના હિતમાં નથી. સુલિવને કહ્યું, ભારત સાથે જે થઈ રહ્યું છે તેની સીધી અને વ્યાપક અસર વિશ્વભરના આપણા બધા સંબંધો અને ભાગીદારી પર પડશે.

ટ્રમ્પનું પાકિસ્તાન પ્રત્યેના પ્રેમનું કારણ સમજો

26 એપ્રિલે પાકિસ્તાને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ  સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ એક એવી કંપની છે જેમાં ટ્રમ્પના પરિવાર, જેમાં તેમના પુત્રો એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થાય છે, તેનો 60 ટકા હિસ્સો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter