+

SCO સમિટમાં મોદી, જિનપિંગ અને પુતિનની ત્રિપુટી: આ તસવીર જોઈ ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે

(Photo: ANI) બેઇજિંગ: શાંઘાઈ સહયોગ સંગઠનના મંચ પરથી સોમવારે એક શક્તિશાળી તસવીર સામે આવી હતી. જેણે એક તરફ અમેરિકાના મનસ્વી વલણને અરીસો બતાવ્યો તો બીજી તરફ ભારત પાસે ડોનાલ્ડ ટ્રમ્પની દરેક રણનીતિ

(Photo: ANI)

બેઇજિંગ: શાંઘાઈ સહયોગ સંગઠનના મંચ પરથી સોમવારે એક શક્તિશાળી તસવીર સામે આવી હતી. જેણે એક તરફ અમેરિકાના મનસ્વી વલણને અરીસો બતાવ્યો તો બીજી તરફ ભારત પાસે ડોનાલ્ડ ટ્રમ્પની દરેક રણનીતિનો તોડ છે તે બતાવી દીધું હતું.

ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં ગ્રુપ ફોટો સેશન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક સાથે જોવા મળ્યાં હતા. દરમિયાન ત્રણેય નેતાઓ ખડખડાટ હસતા જોવા મળ્યાં હતા. વડાપ્રધાન મોદીએ પુતિનનો હાથ પકડી રાખ્યો હતો અને જિનપિંગ બંને સાથે વાતો કરી રહ્યાં હતા. આ ક્ષણે ત્રણેય નેતાઓની તસવીર વાયરલ થઈ હતી.

તિયાનજિનમાં 25મા શિખર સંમેલનની ઔપચારિક શરૂઆત રવિવારે રાત્રે શી જિનપિંગ દ્વારા આયોજિત એક વિશાળ ભોજન સમારોહ સાથે થઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા.

આ વર્ષના શિખર સંમેલનને SCO જૂથનું સૌથી મોટું સંમેલન ગણાવવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આ વર્ષે આ સંગઠનની અધ્યક્ષતા કરી રહેલા ચીને SCO પ્લસ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 20 વિદેશી નેતાઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓને આમંત્રિત કર્યા છે. નોંધનિય છે કે ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવ્યાં બાદ હવે ટ્રમ્પનો વિરોધ અનેક દેશો કરી રહ્યાં છે, તેવા સમયે ત્રણ શક્તિશાળી દેશોના વડા એક સાથે દેખાયા છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter