+

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 800 લોકોનાં મોત, 2500 ઘાયલ, ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યાં

અફઘાનિસ્તાનઃ 1 સપ્ટેમ્બર,2025 ના રોજ, પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા છે. જ્યારે 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર

અફઘાનિસ્તાનઃ 1 સપ્ટેમ્બર,2025 ના રોજ, પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા છે. જ્યારે 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી 27 કિલોમીટર પૂર્વમાં હતું. તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી. ભૂકંપથી ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. 

તાલિબાન સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 800 થી વધુ થઈ ગયો છે. સૌથી વધુ વિનાશ દૂરના કુનાર પ્રાંતમાં થયો છે. ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (USGS) કહ્યું કે તે રિક્ટર સ્કેલ પર 6.0 ની તીવ્રતાનો ભૂકંપ હતો, આ ભૂકંપ રવિવારે રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે પાકિસ્તાન સરહદ નજીક આવ્યો હતો. મોટા ભૂકંપ પછી, આ વિસ્તારમાં વધુ 12 આફ્ટરશોક્સ આવ્યા હતા. મોટાભાગના ભૂકંપ રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતાના હતા. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter