બિહારઃ નીતિશ કુમારે 10 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શપથ લેવડાવ્યાં હતા. તેમણે ગુરુવારે સવારે લગભગ 11.30 વાગ્યે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ એનડીએ નેતાઓએ હાજરી આપી છે.
દિલીપ જયસ્વાલ, વિજય કુમાર ચૌધરી, અશોક ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ અને મંગલ પાંડેએ પટનાના ગાંધી મેદાનમાં શપથ લીધા. ઝામા ખાન, સંજય સિંહ ટાઇગર, અરુણ શંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદે બિહાર મંત્રીમંડળમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પટનાના ગાંધી મેદાનમાં 10 મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Nitish Kumar greets Prime Minister Narendra Modi after taking oath as the Chief Minister of Bihar for the 10th time at Gandhi Maidan in Patna. pic.twitter.com/toCJx5ac0H
— ANI (@ANI) November 20, 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શપથ સમારોહમાં હાજરી આપી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, આ ભારતની સદી છે અને બિહાર આ દિશામાં મુખ્ય ભૂમિકા ભજવશે. NDA દરેક ચૂંટણી જીતી રહ્યું છે અને આ વલણ ચાલુ રહેશે. નીતિશ કુમાર હાલમાં મુખ્યમંત્રી છે. તેમની પાસે ઘણો અનુભવ છે. હવે ભવિષ્યમાં બિહારનો પણ વિકાસ થશે. આ ભારતની સદી છે, બિહાર આ દિશામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
#WATCH | Patna, Bihar | Andhra Pradesh CM N Chandrababu Naidu says, "This is India's century, and in this direction, Bihar will play a crucial role. NDA is sweeping all elections, and this trend will continue."
— ANI (@ANI) November 20, 2025
"Nitish Kumar is the CM now. He has a very good experience. Now,… pic.twitter.com/BuUz7iSD6s
બિહારની નવી સરકારમાં મંત્રી બનનાર નેતાઓ:
સમ્રાટ ચૌધરી: મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને નવી સરકારમાં પણ તેમને ફરી તક મળી છે.
વિજય સિન્હા: ભાજપના નેતા વિજય સિન્હાએ પણ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમ હતા અને નવી સરકારમાં તેમને ફરી તક મળી છે.
દિલીપ જાયસવાલ, વિજય ચૌધરી, અશોક ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને મંગલ પાંડેએ પટનાના ગાંધી મેદાનમાં શપથ લીધા.
લેસી સિંહ, નિતિન નવીન, શ્રવણ કુમાર, મદન સાહની, સુનિલ કુમાર, સંતોષ કુમાર સુમન અને રામ કૃપાલ યાદવએ પણ મંત્રી પદના શપથ લીધા
જમા ખાન, અરુણ શંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, સંજય ટાઈગર અને રમા નિષાદએ મંત્રી પદના શપથ લીધા.
પ્રમોદ રાજવંશી, સંજય કુમાર સિંહ, લખેન્દ્ર પાસવાનએ મંત્રી પદના શપથ લીધા.
મંત્રીમંડળની મુખ્ય વાતો
દીપક પ્રકાશ: ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા. દીપક કુશવાહા હાલમાં ધારાસભ્ય નથી. બાદમાં તેમને MLC બનાવીને વિધાનસભામાં મોકલવામાં આવશે. ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહા સાસારામથી ચૂંટણી જીત્યા છે, પરંતુ ઉપેન્દ્ર કુશવાહાએ તેમની જગ્યાએ પુત્રને મંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ: તેઓ મિથિલાના સુપૌલથી ધારાસભ્ય છે અને સુપૌલ બેઠક પરથી સતત 9મી વખત જીત્યા છે. તેઓ નીતીશ કુમારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. અગાઉની સરકારમાં ઊર્જા મંત્રી હતા અને 2005થી નીતીશ સરકારમાં મંત્રી રહ્યાં છે.
રમા નિષાદ: તેઓ મુઝફ્ફરપુરના ઔરાઈથી પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને પૂર્વ સાંસદ અજય નિષાદના પત્ની છે. તેમને મંત્રી રામસૂરત રાયની જગ્યાએ ટિકિટ મળી હતી અને તેમની નિષાદ મતો પર મજબૂત પકડ છે.
લેસી સિંહ: તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે અને પૂર્ણિયાના ધમદાહાથી ધારાસભ્ય છે. તેઓ બાહુબલી નેતા બુટન સિંહના પત્ની છે. વર્ષ 2014માં પહેલીવાર મંત્રી બન્યા હતા અને નીતીશ કેબિનેટમાં ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
As Shri @NitishKumar takes oath as Chief Minister for the 10th time, the people of Bihar once again place their trust in his steady leadership and development driven governance.
— Sanjay Kumar Jha (@SanjayJhaBihar) November 20, 2025
With his calm resolve and resolute focus on Bihar’s growth, this oath marks a renewed commitment to… pic.twitter.com/EYfJj64ZsS