બ્લાસ્ટમાં 90 લોકોનાં મોત, 50 થી વધુ ઘાયલ
અકસ્માત જોવા ભેગા થયેલા લોકો બન્યાં ભોગ
નાઇજીરિયાઃ અહીંના જીગાવા રાજ્યના મજીયા નગરમાં એક પેટ્રોલ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં અત્યાર સુધી 90 લોકોનાં મોત થઇ ગયા છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ખાદીજા યુનિવર્સિટી પાસે ટેન્કરનો અકસ્માત થયો હતો, રાતના સમયે 11.30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઇ હતી. જ્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો ત્યારે અકસ્માત થયો હતો અને લોકો આ અકસ્માત જોવા ભેગા થઇ ગયા હતા ત્યારે જ અચાનક ટેન્કરમાં રહેલા પેટ્રોલને કારણે મોટો બ્લાસ્ટ થયો હતો અને અફડા તફડી મચી ગઇ હતી.
હાલમાં પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે અને ઘાયલોને નજીકમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, અનેક પરિવારોએ આજે પોતાના સ્વજનો ગુમાવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526