+

ક્ષત્રિય આંદોલન વચ્ચે ગુજરાતમાં નવું રાજકીય ચેસબોર્ડ, 22 વર્ષ પછી રાજકોટમાં અમરેલીના બે દિગ્ગજો ટકરાઇ શકે છે ?

અમદાવાદઃ 2024ની લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં માહોલ ગરમ છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના નિવેદન બાદ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક હોટ સીટ તરીકે ઉભરી આવી છે. આ બેઠક પર 2024ની ચૂંટ

અમદાવાદઃ 2024ની લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં માહોલ ગરમ છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના નિવેદન બાદ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક હોટ સીટ તરીકે ઉભરી આવી છે. આ બેઠક પર 2024ની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જંગ જોવા મળી શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ સ્પષ્ટ કર્યું છે કે જો ભાજપ ક્ષત્રિયોની માંગ મુજબ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો તેઓ રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છે. તેમને બે દીકરીઓ છે. પરિવારને સમય આપવા માટે તેમણે અગાઉ લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો, જો ભાજપ પોતાના નિર્ણય પર અડગ રહેશે તો તેઓ રાજકોટની ચૂંટણી લડી શકે છે.

ક્ષત્રિય આંદોલનને કારણે હોટ સીટ બની

જો કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે તો રાજકોટ લોકસભા બેઠક પર બે પાટીદાર નેતાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે. ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. જ્યારે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. ગુજરાતનો પાટીદાર સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે. રાજકોટ લોકસભા બેઠક ભાજપનો મજબૂત ગઢ છે.  

રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજની માંગ છે કે પાર્ટી કેન્દ્રીય મંત્રીની ટિકિટ રદ કરે. હવે ધાનાણીએ એમ કહીને દબાણ વધાર્યું છે કે જો ભાજપ પોતાના નિર્ણય પર અડગ રહેશે તો તેઓ રાજકોટમાં ચૂંટણી લડશે. ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા હતા. ધાનાણીએ ભૂતકાળમાં એક વખત પરષોત્તમ રૂપાલાને હરાવ્યાં છે.

રાજકોટ ભાજપનો ગઢ

ક્ષત્રિય સમાજના આંદોલનનું કેન્દ્ર બનેલું રાજકોટ ભાજપનો મજબૂત કિલ્લો છે. અત્યાર સુધી યોજાયેલી 16 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપ 9 વખત જીત્યું છે. 2009ની ચૂંટણી સિવાય, પાર્ટીએ 1989થી સતત આ બેઠક પર કબ્જો જમાવ્યો છે. શિવલાલ વેકરિયા ભાજપના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી અહીંથી વલ્લભભાઈ કથીરિયા ચાર વખત જીત્યા હતા. કોંગ્રેસ આ બેઠક પર છ વખત જીત મેળવી છે. એક ચૂંટણીમાં આ બેઠક જનતા પાર્ટી અને એક વખત સ્વતંત્ર પાર્ટી પાસે હતી.

રસપ્રદ મુકાબલાની અપેક્ષા

પરેશ ધાનાણીની ગર્જના વચ્ચે કોંગ્રેસ 2009ની ચૂંટણીના પરિણામો પર નજર રાખી રહી છે. ત્યારે પક્ષના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મોટો અપસેટ સર્જી ભાજપનો ભગવો ગઢ ધરાશાયી કરી દીધો હતો. તેમણે પક્ષના ઉમેદવાર કિરણકુમાર પટેલને 24 હજારથી વધુ મતોથી હરાવ્યાં હતા, જોકે હવે કુંવરજી બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં મંત્રી પદ ધરાવે છે.

આવા સંજોગોમાં ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે ત્યારે રાજકોટની આ બેઠક પર કડવા અને લેઉવા પાટીદાર આગેવાનો વચ્ચે જંગ જોવા મળે તેવી શક્યતાઓ વધી છે. આવી સ્થિતિમાં રાજકોટ કોની પસંદગી કરશે? દરેકની નજર તેના પર છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter