પુત્રનું ભાષણ સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આવી ગયા આંસુ, અનંત અંબાણીએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે વ્યક્ત કરી પીડા

07:46 PM Mar 02, 2024 | gujaratpost

અનંત અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શનમાં લાગણીશીલ ભાષણ આપ્યું હતું

પુત્રની વાત સાંભળીને પિતા મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા

જામનગરઃ અંબાણી પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જેનું કારણ છે અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન. લગ્ન પહેલા આ ખાસ સમારોહનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે. જ્યાં અનેક વીવીઆઇપી મહેમાનો હાજર છે.

આ દરમિયાન અનંતે તેના માતા-પિતા વિશે એક ખાસ ભાષણ તૈયાર કર્યું હતું, જેમાં તે પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણી વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે, જેને સાંભળીને મુકેશ ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

પુત્રનું ભાષણ સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા

પ્રી-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે અનંત અંબાણીએ તેમના ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે એક ખાસ ભાષણ આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંત કહી રહ્યાં છે- મેં બાળપણથી જ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે.

પરંતુ મારા માતા-પિતાએ મને ક્યારેય એવું અનુભવ્યું નથી કે હું કોઈ બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છું. તે હંમેશા મારી પડખે ઊભા રહ્યાં છે, મને વિશ્વાસ અપાવ્યો કે હું ઠીક થઈશ અને એક દિવસ હું જે ઈચ્છું છું તે કરીશ. તેમના અસ્તિત્વનો ખરો અર્થ શું છે તે હું તે સમયે સારી રીતે સમજી ગયો હતો.

મમ્મી- પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર. પુત્ર અનંતના આ શબ્દો સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં મુકેશ અંબાણીની આંખોમાં આંસુ સરળતાથી જોઈ શકાય છે. જામનગરમાં પુરો અંબાણી પરિવાર હાજર છે.

અનંતે રાધિકા વિશે શું કહ્યું ?

અનંત અંબાણીએ પોતાના ભાષણમાં રાધિકા મર્ચન્ટ વિશે પોતાની દિલની લાગણી વ્યક્ત કરી અને કહ્યું- રાધિકાને મળીને હું ખૂબ જ ભાગ્યશાળી છું. મને ખબર નથી કે તે મારી સાથે કેવી રીતે છે, પરંતુ જ્યારે મેં તેને પહેલીવાર જોઇ ત્યારે મને લાગ્યું કે જાણે મારી અંદર કોઈ વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે. રાધિકા મને સપોર્ટ કરવા બદલ આભાર. આ રીતે અનંતે પોતાની મંગેતર વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

#MukeshAmbani in tears as #AnantAmbani speaks on his health issues, what a heart melting moment