નિર્ધારીત સમય કરતા પહેલા ચોમાસું કેરળમાં પહોંચ્યું
ઉત્તર પૂર્વના ભાગો તરફ ચોમાસું આગળ વધશે
ગુજરાતમાં આંધી ફૂંકાશે
નવી દિલ્હીઃ દેશના કેટલાક વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમી (heatwave) પડી રહી છે, આ દરમિયાન કેરળથી (monsoon sets in Kerala) સારા સમાચાર સામે આવ્યાં છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે જ કેરળના કિનારે પહોંચી ગયું છે. હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) 29 મે, 2024ના રોજ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. હવામાન વિભાગે 15 મેના રોજ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.
ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે. જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે. થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થશે.
Southwest Monsoon has set in over Kerala and advanced into most parts of Northeast India today, the 30th May: India Meteorological Department pic.twitter.com/X6kCXh2E0D
— ANI (@ANI) May 30, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/