અમદાવાદ બન્યું અગનગોળોઃ 2 દિવસમાં 300થી વધુ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા

12:28 PM May 24, 2024 | gujaratpost

અમદાવાદનુ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતા સવારથી જ થઈ રહ્યો છે કાળઝાળ ગરમીનો અનુભવ

ગરમીના પ્રકોપથી બાળકોથી લઈને વૃધ્ધો હેરાન પરેશાન

સતત કલાકો સુધી લોકોએ પંખા કે એસી ચાલુ રાખવા પડે છે

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગુરુવારે અમદાવાદનું તાપમાં 46.7 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી ગરમ દિવસ હતો. બુધવારે પણ 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિટવેવને કારણે રાજ્યમાં હાર્ટએટેકથી 19 લોકોનાં મોત થયા છે, ગત બે દિવસમાં આશરે 300 જેટલા વધુ ગરમી સંબંધિત બિમારીના કેસો નોંધાયા છે. 70થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી 108 મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુદી-જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારીઓ અંગે 106થી વધુ દર્દીઓને સારવાર આપવામા આવી છે. ઉપરાંત ગરમી સંબંધિત બિમારીઓ જેવી કે પેટમાં અસહ્ય દુખાવો થવો, ઉલટી કે ડાયોરીયા થવા, હાઈફીવર અથવા તો સર્વાઈકલ હેડેક જેવી તકલીફના કેસ પણ વધ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526