+

રૂપિયા 186 કરોડનું જીએસટી કૌભાંડ...રાજકોટના ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ કરાઇ

રાજકોટઃ સ્ટેટ GST વિભાગે ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ કરી છે. કંપનીએ કોપરની નકલી ખરીદી બતાવીને રૂ. 34 કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી અને આ કૌભાંડ આચર્યું હતુ.

રાજકોટઃ સ્ટેટ GST વિભાગે ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ કરી છે. કંપનીએ કોપરની નકલી ખરીદી બતાવીને રૂ. 34 કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી અને આ કૌભાંડ આચર્યું હતુ.

14 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા

રૂપિયા 34 કરોડની નકલી ટેક્સ ક્રેડિટ લઇ લીધી

GSTની તપાસ શાખાએ સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં 14 કંપનીઓ પર દરોડા પાડ્યાં હતા. 11 નવેમ્બરના રોજ શરૂ થયેલા સર્ચ ઓપરેશનમાં વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ વિરાણીની સુરતમાંથી રૂ. 19.46 કરોડની GST ચોરીના આરોપસર ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજી પણ ધરપકડ કરાઇ છે.

ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમની મુખ્ય ભૂમિકા

પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ

તપાસ દરમિયાન સામે આવ્યું કે ઇન્ફિનિટી એક્ઝિમ સહિત અનેક કંપનીઓ કોપરની નકલી ખરીદી બતાવીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે. કંપનીઓએ ખોટા નાણાંકીય વ્યવહારો બતાવીને ખોટી ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો હતો

પ્રગ્નેશ કંટારિયા અગાઉ સેન્ટ્રલ GST હેઠળ કરચોરીના કેસમાં પણ સંડોવાયેલો હતો.આ વખતે તપાસમાં બહાર આવ્યું છે કે તેને કોપર સ્ક્રેપની નકલી ખરીદીના આધારે રૂ. 186 કરોડના નકલી વ્યવહારો કરીને સરકારી તિજોરીને રૂ. 34 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું.

GST કાયદાની કલમ 132(1) (C) હેઠળ, આ ગુનો ગંભીર છે. વધુ ઉંડી તપાસ માટે પ્રગ્નેશ કંટારીયાની ધરપકડ કરવામાં આવી છે. ટેક્સ અધિકારીઓએ ગુજરાતમાં છેલ્લા ચાર નાણાંકીય વર્ષો દરમિયાન GST ચોરીના 12,803 કેસ નોંધ્યા છે અને 101 લોકોની ધરપકડ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter