+

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટ છોડાયા, 20 લોકોના મોત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. સશસ્ત્ર લોકોએ કોલસાની ખાણ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બલૂચિ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. સશસ્ત્ર લોકોએ કોલસાની ખાણ પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં 20 લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બલૂચિસ્તાનના ડુકી વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત જુનૈદ કોલ કંપનીની ખાણો પર સશસ્ત્ર લોકોએ હુમલો કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાણ પર રોકેટ અને ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 20 મૃતદેહોને અને છ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

ચીની નાગરિકો પર હુમલો

થોડા દિવસ પહેલા જ 6 ઓક્ટોબરે એટલે કે રવિવારની રાત્રે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે ચીની નાગરિકો પર હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે 17 અન્ય ઘાયલ થયા હતા. BLAએ પોતે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલા બાદ ચીને પાકિસ્તાનમાંથી પોતાના 400 નાગરિકોને પાછા ખેંચી લીધા હતા. સાથે જ પાકિસ્તાન સરકાર પર ચીનના નાગરિકો અને ચીની પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

અલગ બલૂચિસ્તાનની માંગ 1948થી ચાલી રહી છે

બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની ઝુંબેશ 1948થી ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLA બંદૂકના જોરે આઝાદીની માંગ કરે છે. આ અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં સેના અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. જૂથે ચીની પ્રોજેક્ટ અને તેના નાગરિકો સામે મોરચો ખોલ્યો છે. BLAનો આરોપ છે કે ચીન પાકિસ્તાન સરકાર સાથે મળીને બલૂચિસ્તાનના સંસાધનોને લૂંટી રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter