વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણન પણ બેઠકમાં હતા હાજર
મુંબઇઃ આખરે અનેક દિવસોની ચર્ચાઓ બાદ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કિ થઇ ગયું છે, દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. મુંબઇમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમનું નામ નક્કિ થઇ ગયું છે, હવે 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં તેમની શપથવિધી યોજાશે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામને લઇને સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલે પ્રસ્તાવ રાખ્યો હતો અને આશીષ શેલાર અને રવીન્દ્ર ચવ્હાણ સહિતના નેતાઓએ તેને સમર્થન આપ્યું હતુ, તો એકનાથ શિંદે અને અજીત પવાર ડે.સીએમ બનશે, તેમના નામો પર પણ સહમતિ સાધવામાં આવી છે.
નોંધનિય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સીએમ પદને લઇને અનેક નામો ચર્ચાઇ રહ્યાં હતા, પરંતુ હવે ભાજપ અને તેના સાથી પક્ષોએ દેવન્દ્ર ફડણવીસના નામ પર મ્હોર મારી દીધી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++