+

મૈં થક ગઇ હૂં, મૈં બિલકુલ મર ચૂકી હૂં, મેરે દિલમેં બહોત દર્દ હૈ... લખીને વડોદરામાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો

(demo pic) Vadodara Crime News: વડોદરામાં રહીને એમ.એસ.યુનિવર્સિટીમાં ( M S University) અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત (suicide) કરી લીધો. યુવતીએ એક ચિઠ્ઠી (suicde note)પણ લખ

(demo pic)

Vadodara Crime News: વડોદરામાં રહીને એમ.એસ.યુનિવર્સિટીમાં ( M S University) અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત (suicide) કરી લીધો. યુવતીએ એક ચિઠ્ઠી (suicde note)પણ લખી હતી. તેના પરથી લાગે છે કે યુવતી કોઇ કારણથી જિંદગીથી કંટાળી ગઇ હતી. રાજસ્થાનની યુવતી છાણી વિસ્તારમાં રહેતી હતી, ફોન રિસિવ ન કરતા તેની મિત્રએ આવીને રૂમ ખોલ્યો તો ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી

મૂળ રાજસ્થાનની વતની અને વડોદરામાં છાણી વિસ્તારમાં નિસર્ગ રેસિડેન્સીમાં રહેતી 23 વર્ષની માનસી વિનોદભાઇ જાંગીડ (શર્મા). એમ.એસ.યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. નિસર્ગ રેસિડેન્સીમાં તે એકલી રહેતી હતી. વડોદરામાં જ રહેતી તેની એક મિત્ર પાસે માનસીના મકાનની એક ચાવી રહેતી હતી. આ મિત્રએ તેને ફોન કરતા ફોન રિસિવ કર્યો ન હતો. તેથી મિત્ર માનસીના ઘરે આવી હતી પણ દરવાજો અંદરથી લોક હતો.

દરવાજો ખટખટાવ્યાં બાદ પણ માનસીએ દરવાજો નહીં ખોલતા મિત્રએ પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો હતો અને અંદર જતાં જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. માનસીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. આથી મિત્રએ તુરંત પોલીસને જાણ કરતા છાણી પોલીસે ઘટના સ્થળે આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, આપઘાતના બનાવની તપાસ હાથ ધરી છે. પોલીસને ત્રણ પાનાની ચિઠ્ઠી મળી છે, જે માનસીએ આપઘાત પહેલા લખી હોવાનું પોલીસનું માનવુ છે, જેમાં માનસીએ લખ્યુ છે કે 'મૈં થક ગઇ હૂં, મૈં બિલકુલ મર ચૂકી હૂં, મેરે દિલમેં બહોત દર્દ હૈ'. છાણી પોલીસે મૃતક વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગે તપાસ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter