+

Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post

ઝઘડો થાળે પાડવા ગયેલી પોલીસ સાથે યુવતીએ કર્યું અયોગ્ય વર્તન નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માથાકૂટ થતી રોકવા ગયેલી રાવપુરા પોલીસને કડવો અનુભવ થયો યુવતીએ પહેરેલી ટી શર્ટ જાતે ફાડીને બુમાબુમ કરી  

ઝઘડો થાળે પાડવા ગયેલી પોલીસ સાથે યુવતીએ કર્યું અયોગ્ય વર્તન

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માથાકૂટ થતી રોકવા ગયેલી રાવપુરા પોલીસને કડવો અનુભવ થયો

યુવતીએ પહેરેલી ટી શર્ટ જાતે ફાડીને બુમાબુમ કરી  

Vadodara Navratri 2024: વડોદરામાં નવરાત્રિ દરમિયાન એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. યુવતીએ કરેલા ડ્રામાને કારણે પોલીસ દોડી આવી હતી. યુવતીએ તેના કપડાં ફાડી નાંખ્યા હતા અને યુવક સાથે બબાલ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. આ સમયે કંટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી. જો કે દાંડિયા બજાર વિસ્તારમાં એક યુવતી અને એક પુરુષ જાહેરમાં ઝઘડો કરી રહ્યાં છે. જેથી નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી PCR દાંડિયા બજાર સ્થિત જય ગુરુદેવ હોટલ નજીક પહોંચી હતી.

આથી PCR વાનના સ્ટાફ દ્વારા બન્નેને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઝઘડી રહેલ યુવતી અને યુવકે પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુ. જેમાં યુવતીએ પોલીસ જવાનની ખાખી વર્દી ફાડી નાંખીને તેમને ધક્કો મારીને પાડી દીધો હતો અને પોતાનું ટી-શર્ટ પણ ફાડી નાખ્યું હતુ, આ હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ આખરે પોલીસ દ્વારા બંન્નેની અટકાયત કરવામાં આવી હતી, પોલીસ સાથે ગેરવર્તણૂંક કરનારની ઓળખ મહોમ્મદ હુસૈન શેખ અને મિશબાહ શેખ તરીકે થઈ છે. જેમના વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter