+

હવે જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરનું રૂપાલાને સમર્થન- Gujarat Post

જસદણઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્

જસદણઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે. થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિયોમાં પણ ફાંટા પડવાનું શરૂ થઈ ગયું છે. જસદણના જ્યતા બાપુના સ્થાને પરસોતમ રૂપાલાએ દર્શન કરીને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. રૂપાલાએ દર્શન કરીને ચાની ચૂસકી લીધી હતી. જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીતકુમાર ખાચરે રૂપાલાને સમર્થન જાહેર કર્યુ છે.

ગઈકાલે રૂપાલાના હોમ ટાઉન અમરેલીના રાજુલા-જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની વિરુદ્ધ આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરાયો હતો. અને રાજકોટથી તેમની ટિકીટ રદ કરવા માંગણી કરાઈ હતી. રાજકોટ બેઠક પરના ઉમેદવાર  પરસોત્તમ રૂપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી.તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવા અડગ છે, જો કે માફી માંગ્યા બાદ ઘણી જગ્યાએ તેમને ક્ષત્રિય સમાજનું સમર્થન પણ મળી રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter