પરિવારે ભગવાનનો પાર માન્યો....આખરે જામનગરમાં બોરવેલમાં પડેલા બાળકનું સફળ રેસ્ક્યું કરીને બચાવી લેવાયું- Gujarat Post

01:19 PM Feb 07, 2024 | gujaratpost

જામનગરઃગોવાણ ગામમાં મંગળવારે સાંજે 6 વાગ્યે 2 વર્ષનું બાળક બોરવેલમાં ગરકાવ થઇ ગયું હતુ,  જેને નવ કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યું છે. હાલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બોરવેલમાં ફસાયા બાદ તેના રડવાનો અવાજ આવતો હતો. બાળકનું નામ રાજુ છે અને તે ખેતરમાં ચણા ખાવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ બે વર્ષનો બાળક બોરવેલમાં ગરકાવ થઈ ગયું હતુ, જેને વહેલી સવારે લગભગ 4 વાગ્યે સફળ રેસ્ક્યું કરીને બચાવાયો છે. ફાયર વિભાગના કર્મચારીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોની નવ કલાકની મહેનત રંગ લાવી હતી. અંદાજ પ્રમાણે બાળક બોરવેલમાં 12 ફૂટે ફસાયો હતો. હાલ બાળકને વધુ સારવાર અર્થ જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારે બાળકના બચાવ પર ભગવાનનો પાર માન્યો છે અને રેસક્યુંમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે.

 

Trending :

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post