અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે મોબાઇલના વેપારીઓ બાદ પાન મસાલામાં ટેક્સ ચોરી કરનારાઓ પર તવાઇ બોલાવી છે, રાજશ્રી પાનમસાલા અને ફ્લેવર તમાકુ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1.93 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે.
અધિકારીઓએ બિન હિસાબી વેચાણ, સ્ટોકની માહિતી અને કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હતા, જેના પરથી આ ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે. થોડા સમય પહેલા સ્ટેટ જીએસટી વિભાગે વિમલ કંપનીની ગાડી પકડીને પણ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જો કે વિમલ કંપનીની ગાડીઓ આજે પણ ધમધમાટ બિલ વગર રસ્તાઓ પર નીકળી રહી છે, તેમ છંતા જીએસટી વિભાગની મોબાઇલ સ્ક્વોર્ડને આ વાતની ખબર નથી તે નવાઇની વાત છે.
નોંધનિય છે કે સ્ટેટ જીએસટી વિભાગના કેટલાક અધિકારીઓ પર તોડ કરવાના આક્ષેપો થયા છે, જેની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે, તે જ સમયે મોબાઇલના વેપારીઓ પર દરોડા કરીને લાખો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/