અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં વાળ કપાયા બાદ દુકાનદારની અંદાજે 10-12 વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો.
ગયા અઠવાડિયે આરોપી મોહિદ ખાન વટવાના કલાપી હેર સલૂનમાં વાળ કપાવવા ગયો હતો, જ્યારે સલૂનના માલિક વસીમ અહેમદે પૈસા માંગ્યા તો મોહિદે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ગુસ્સે થઈને મોહિદે છરી કાઢી અને વસીમના શરીર પર અંદાજે 10-12 ઘા મારીને હત્યા કરી નાખી હતી.
પોલીસના જણાવ્યાં અનુસાર વસીમના ભાઈએ ફરિયાદ કરી હતી કે આરોપી મોહિદ થોડા મહિના પહેલા પણ દુકાનમાં આવ્યો હતો. તે દરમિયાન પણ પૈસા ન ચૂકવાતા દુકાનના કાચ તોડી હંગામો મચાવ્યો હતો. મોહિદે હત્યા કરવા માટે ઓનલાઈન છરી મંગાવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/