વોંશિગ્ટનઃ અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું રવિવારે (29 ડિસેમ્બર) 100 વર્ષની વયે અવસાન થયું છે. અમેરિકન મીડિયાએ સોમવારે આ જાણકારી આપી હતી. જીમી કાર્ટર 1977 થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેમની પ્રામાણિકતા અને માનવતાવાદી પ્રયાસો માટે તેમને પ્રશંસા મળી હતી, ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ સ્થાપવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ અને ઇજિપ્તની મિત્રતા કરાવી હતી
1 ઓક્ટોબર 1924ના રોજ જન્મેલા કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને રાષ્ટ્રપતિ બન્યાં હતા. દરમિયાન તેમણે મધ્ય પૂર્વ સાથે અમેરિકાના સંબંધોનો પાયો નાખ્યો હતો. ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે 1978ના કેમ્પ ડેવિડ સમજૂતી માટે રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો કાર્યકાળ શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે. આ કરારને કારણે મધ્ય પૂર્વમાં થોડી સ્થિરતા આવી હતી. આ માટે તેમને વર્ષ 2022 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પ-બાઇડેને શ્રદ્ધાંજલિ આપી
#WATCH | US President Joe Biden says, "This is a sad day, but it brings back an incredible amount of good memories. Today, America and the world, in my view, lost a remarkable leader. He was a statesman and humanitarian. And Jill and I lost a dear friend. I've been hanging out… pic.twitter.com/JYFeakPf3E
— ANI (@ANI) December 30, 2024
જિમી કાર્ટરના નિધન પર યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેને કાર્ટરને શ્રદ્ધાંજલિ આપી, તેમને તેમના પ્રિય મિત્ર અને અસાધારણ નેતા તરીકે યાદ કર્યા હતા, યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકનો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રત્યે કૃતજ્ઞતાના ઋણ છે. જીમી કાર્ટરના અંતિમ સંસ્કાર રાજ્યના સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે.
ધ્વજ એક મહિના સુધી અડધી માસ્ટ પર રહેશે
પરંપરા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિના અવસાન બાદ સરકારી ઈમારતો પર અમેરિકન ધ્વજ અડધો લહેરાવામાં આવે છે. આ પરંપરા વ્હાઇટ હાઉસથી લઈને સ્થાનિક શાળાઓમાં અપનાવવામાં આવે છે.
અડધી માસ્ટ પર લહેરાતા ધ્વજ સમગ્ર રાષ્ટ્ર શોકમાં હોવાનું પ્રતીક કરે છે. જિમી કાર્ટરના નિધનના માનમાં 28 જાન્યુઆરી, 2025 સુધી ધ્વજ અડધો રહેશે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ અનુસાર રાષ્ટ્રપતિ અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મૃત્યુ પછી 30 દિવસ સુધી યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના તમામ પ્રદેશોમાં સંઘીય ઇમારતો, મેદાનો અને નૌકા જહાજો પર ધ્વજ અડધો લહેરાવવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/