+

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ખોલાવ્યું જીતનું ખાતું, આ ઉમેદવારનો થયો વિજય

નેશનલ કોન્ફરન્સે પણ જીતનું ખાતું ખોલાવ્યું, 42 બેઠકો પર લીડ કોંગ્રેસ 8 સીટ પર આગળ Jammu Kashmir election result: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણી પંચની વેબસાઇટ

નેશનલ કોન્ફરન્સે પણ જીતનું ખાતું ખોલાવ્યું, 42 બેઠકો પર લીડ

કોંગ્રેસ 8 સીટ પર આગળ

Jammu Kashmir election result: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ ભાજપે અહીં જીતનું ખાતું ખોલાવ્યું છે અને 28 સીટ પર લીડ છે. Basohli Seat પરથી ભાજપના દર્શન કુમારનો વિજય થયો છે. તેમણે કોંગેસના ઉમેદવાર લાલ સિંહને 16034 મતથી હાર આપી છે.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પાંચ ધારાસભ્યોને નોમિનેટ કરશે. જો 5 ધારાસભ્યો નોમિનેટ થાય તો આ સંખ્યા વધીને 95 થઈ જશે.

ત્રણ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ-એનસી, પીડીપી સહિત અનેક રાજકીય પક્ષો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાં બાદ કયો પક્ષ સરકાર બનાવશે તે આજે નક્કી થશે.  

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter