ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે ઈરાનના હુમલાનો જવાબ આપી રહ્યું છે. ઇઝરાયેલી સેનાનો દાવો છે કે દક્ષિણ લેબેનોનમાં હવાઈ હુમલામાં બે હિઝબુલ્લાહ કમાન્ડર સહિત ત્રણ દુશ્મનો માર્યા ગયા છે. રદવાન ફોર્સના પશ્ચિમી સેક્ટરના રોકેટ અને મિસાઈલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસૈન શાહહૌરી હવાઈ હુમલામાં માર્યાં ગયા છે.
ઈઝરાયેલનો જીવલેણ હુમલો
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ હુસૈન શાહહૌરીએ લેબનોનના મધ્ય અને પશ્ચિમી વિસ્તારોમાંથી ઈઝરાયેલના વિસ્તારો તરફ રોકેટ અને મિસાઈલ હુમલાની યોજના બનાવી હતી. હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઇલ યુનિટના અન્ય કમાન્ડર, મહમૂદ ઇબ્રાહિમ ફદલ્લાહ પણ હવાઈ હુમલામાં માર્યાં ગયા હતા,
હિઝબુલ્લાહે લડવૈયાઓની મોતની પુષ્ટી કરી
ઇઝરાયેલી સંરક્ષણ દળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં તેના હવાઈ હુમલામાં લેબનોનના આઈન અબેલ વિસ્તારમાં હિઝબુલ્લાહના દરિયાકાંઠાના વિસ્તારના કમાન્ડર ઈસ્માઈલ યુસેફ બાઝ માર્યો ગયો છે. હિઝબુલ્લાએ પણ તેના ત્રણ લડવૈયાઓના મોતની પુષ્ટિ કરી છે. જો કે, હિઝબુલ્લાહ તરફથી આ વિશે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી.
ઈરાને હુમલો કર્યો હતો
ઈરાને ગયા શનિવારે (13 એપ્રિલ, 2024) ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડી હતી. આ અંગે ઈરાને કહ્યું હતું કે તેણે સીરિયામાં તેના કોન્સ્યુલેટ પર 1 એપ્રિલે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઈરાને હુમલો કર્યો અને તેના પર સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડવામાં આવી હતી. ઈરાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યાં હતા.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો