Breaking News: પાકિસ્તાનને જવાબ આપવા ભારતીય જેટ તૈયાર, કોઇ પણ સ્થિતી સામે સજ્જ થયું ભારત

07:53 PM May 10, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે જોરદાર કાર્યવાહી શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે, પઠાણકોટ, જમ્મુ કાશ્મીર, ઉરી, અમૃતસર, જેસલમેર, પોખરણ સહિતના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલ્સથી નિષ્ફળ હુમલા કર્યા છે, ભારતીય સેનાએ આ તમામ હુમલા નિષ્ફળ બનાવ્યાં છે. ભારતની S-400 એ હુમલા નિષ્ફળ કરી દીધા છે.

એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યાં

ભારતે પાકિસ્તાન સામે અનેક મિસાઇલ્સ છોડી, પાક.ને મોટું નુકસાન

સામે ભારતીય સેનાએ જવાબ આપવાનું શરૂ કરી દીધું છે, ભારતીય ફાઇટર જેટ તૈયાર છે અને પાકિસ્તાન સામે કાર્યવાહી ગમે ત્યારે શરુ કરાશે. ભારતના સીડીએસ અનિલ ચૌહાણે સેનાના ત્રણેય પ્રમુખો સાથે બેઠક કરી છે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તમામ ગિતિવીધીઓ પર નજર રાખી રહ્યાં છે.

પાકિસ્તાનના હુમલાને કારણે કચ્છના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ કરી દેવાયું છે, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પંજાબમાં પણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે.