- (file photo)
- શ્રીલંકા પ્રવાસ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત
- રિયાન પરાગ વાઇસ કેપ્ટન
નવી દિલ્હીઃ BCCI દ્વારા જૂન 2026માં શ્રીલંકા ખાતે યોજાનારી ટ્રાય-નેશન વનડે સીરીઝ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિએ યુવા પ્રતિભાઓથી સજ્જ 15 સભ્યોની ટીમ પસંદ કરી છે, જેમાં ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે.
આ ટીમની સૌથી મોટી વિશેષતા માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી છે. આ ઉપરાંત, પંજાબ કિંગ્સના આક્રમક બેટ્સમેન પ્રિયાંશ આર્યને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. રિયાન પરાગને ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.
આ ટ્રાય-નેશન સીરીઝમાં ઈન્ડિયા-એ સિવાય શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ ટીમો ભાગ લેશે. મર્યાદિત ઓવરોની આ સીરીઝ દામ્બુલામાં રમાશે. આ શ્રેણી પછી ઈન્ડિયા-એ ટીમ શ્રીલંકા-એ સામે બે મલ્ટી-ડે મેચ પણ રમશે. રેડ બોલ સીરીઝ માટેની ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. આ મેચો ગૉલમાં યોજાશે.
ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને ટીમમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.