અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઈસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ અમદાવાદ સુધી પહોંચ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ભાજપના કાર્યકરો, હિન્દુ સંગઠનો સંત સમિતિના સભ્યો હાજર રહ્યાં હતા.
બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરોના નારાથી રિવરફ્રન્ટ ગૂંજી ઉઠ્યું હતું. અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઇને રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યાં હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા.
બાંગ્લાદેશમાં 25 ઓક્ટોબરે ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસ વિરૂદ્ધ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ બાદ આ અશાંતિ ફેલાઈ છે. તેમની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં અલગ-અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થયા છે, આ પ્રદર્શન એટલા હિંસક થયા કે ચટગાંવ કોર્ટની બહાર ચિન્મય દાસના અનુયાયીઓ અને અન્ય લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક વકીલનું મોત થયું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/