+

અમદાવાદમાં વધુ એક હત્યા, માતાને ગાળો આપનારા અને લંડનથી હાલમાં જ આવેલા મિત્રની હત્યા કરી નાખી

અમદાવાદઃ શહેરમાં કાયદો- વ્યવસ્થા કથળી છે, દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં લંડનથી આવેલા યુવકની હત્યાથી ચકચાર મચી છે. અમદાવાદના શાહપુરમાં ચાર દિવસ પહેલાં લંડનથી આવેલા યુવક પર જીવલેણ

અમદાવાદઃ શહેરમાં કાયદો- વ્યવસ્થા કથળી છે, દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં લંડનથી આવેલા યુવકની હત્યાથી ચકચાર મચી છે. અમદાવાદના શાહપુરમાં ચાર દિવસ પહેલાં લંડનથી આવેલા યુવક પર જીવલેણ હુમલો થયો હતો અને યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતક નિહાલ પટેલની તેના મિત્ર અતુલ ઓઝાએ જ હત્યા કરતાં ચકચાર મચી છે. બંને મિત્રો વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ ઉશ્કેરાઈને મિત્ર પર હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નિહાલ પટેલને સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડનમાં રહેતો હતો અને પાંચ દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. મૃતકે નિહાલ અને જય ઘટના બની તે દિવસે સાથે જ હતા. આખો દિવસ મસ્તીમાં પસાર થયા બાદ મોડીરાતે નિહાલે મસ્તી-મસ્તીમાં જયની માતાને ગાળ આપી હતી. જેથી જયને લાગી આવ્યું હતું અને બાદમાં છરીના ઘા ઝીંકી દીધા હતા અને ફોન પરિવારને આપી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નિહાલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ, પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter