રાજ્યમાં બે દિવસથી વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ ફૂંકાતા પવનોથી ગુુજરાત ઠંડુંગાર
અમદાવાદઃ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં દિવસભર સૂસવાટાભર્યા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળશે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના અનેક ભાગોમાં ઠંડીનું જોર વધશે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાન વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી 7 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. સીઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) December 9, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/