ભાજપના કાર્યકર પણ છે વિજય સુવાળા
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં થયા હતા સામેલ
ગાંધીનગર: ગુજરાતી સિંગર અને ભાજપના કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલો થયો છે. સુંવાળાની કાર પર એક પ્રોગ્રામને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.
ભાજપના કાર્યકર અને ગાયક વિજય સુવાળા પર હુમલો કરતાં પહેલા ફોન કરીને તું અમારો પ્રોગ્રામ કેમ નથી કરતો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યાં બાદ કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વિજય સુવાળાએ 100 નંબર પર જાણ કરી પોલીસની મદદ માંગી હતી.
આ હુમલા અંગે અડાલજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પહેલા પણ વિજય સુંવાળા સામે જમીન મામલે ફરિયાદ થઇ હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/