+

PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ ગુજરાતની 5 હોસ્પિટલો અને 2 ડૉક્ટરો સસ્પેન્ડ- Gujarat Post

પાટણની-2, દાહોદની-1, અમદાવાદ અને અરવલ્લીની 1-1 હોસ્પિટલ સસ્પેન્ડ ગાંધીનગરઃ ખ્યાતિ કાંડ બાદ સરકારે પીએમજેએવાય- માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો અને ડોક્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જે

પાટણની-2, દાહોદની-1, અમદાવાદ અને અરવલ્લીની 1-1 હોસ્પિટલ સસ્પેન્ડ

ગાંધીનગરઃ ખ્યાતિ કાંડ બાદ સરકારે પીએમજેએવાય- માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો અને ડોક્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 5  હોસ્પિટલો અને 2 ડૉક્ટરોની ગેરરીતિ સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લીમાંં શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગેરરીતિઓ જણાઇ આવતા  PMJAY-મા યોજનામાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પાટણની હિર હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન પ્રી-ઓથ દરમિયાન કુલ 91 જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને નિઓનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી હિર હોસ્પિટલ અને ડૉ. હિરેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. હેલ્થ સ્પ્રિંગ 24 પેથોલોજી લેબોરેટરી પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવી હતી. હોસ્પિટલને રૂ. 50,27,700ની રીકવરી અને પેનલ્ટી કરાઇ હતી.  

પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ 60 જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કરેલ છે તેમની પાસે દર્દીના લેબ રીપોર્ટ માંગવામાં આવતા રીપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ હતી. હોસ્પિટલને કુલ રૂ. 15,16,350ની રીકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી હતી.

દાહોદની સોનલ હોસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં ઉણપ હોવાનું જણાતા આ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ છે.

અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ, કેટલીક એક્ક્ષાપયરી વાળી દવાનો જથ્થો હોવાનું સામે આવતા હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ હતી.

અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હોસ્પિટલને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી હતી.

જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter